ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન – યાદોનું મિલન, સંસ્કારોનું પુનઃસ્મરણ “શાળા એ માત્ર શિક્ષણ મેળવવાનું સ્થળ નથી, પરંતુ જીવનભર હૃદયમાં જીવંત રહેતું એક સરનામું છે.” શ્રી એ. પી. કાકડિયા વિદ્યાભવન, નવાગામ ખાતે તા. 12 નવેમ્બર, 2026ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન ઉત્સાહ, ઉમંગ અને લાગણીઓના અનોખા સંગમ સાથે યોજાયું હતું. “Back to Our Roots, Back to Our Memories”ની ભાવનાને સાકાર કરતા આ કાર્યક્રમમાં ઘણાં બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક જ છત નીચે એકત્રિત થયા હતા. કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત અને સન્માન, દીકરીઓ દ્વારા પ્રસ્તુતિ, શાળાના વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારીઓનું સન્માન, ટ્રસ્ટીઓનું અભિવાદન અને વિશિષ્ટ પ્રતિભાશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 2025-26ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરક વક્તવ્યો દ્વારા શિક્ષણ, સંસ્કાર, સંઘર્ષ અને સફળતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. ભદ્રાયુ વછરાજાની સર એ Chat GPat ના આ યુગ માં પોતાની અંદર રહેલી જાત ને જગાડવી, વિચ...
માતૃભાષાનું મહત્વ માતૃભાષા એ એક એવી ભાષા છે જે બાળક જન્મથી જ સાંભળે છે, બોલે છે અને સમજે છે. જેવી રીતે માતા બાળકને પ્રેમથી મોટું કરે છે, તેવી જ રીતે માતૃભાષા બાળકના વિચારોને ઘડે છે. માતૃભાષા આપણને આપણા સંસ્કાર, ઇતિહાસ અને પરંપરાઓ સાથે જોડે છે. આપણે ઘરમાં, શાળામાં કે સમાજમાં પોતાના ભાવોને વ્યક્ત કરીએ ત્યારે સૌથી સરળતાથી તે માતૃભાષામાં જ શક્ય બને છે. ગુજરાતી અમારા માટે માત્ર ભાષા નહીં, પરંતુ ગૌરવ છે. ગુજરાતી ભાષાએ અમને નરસિંહ મહેતા, નર્મદ, ઉમાશંકર જોશી જેવા કવિઓ અને લેખકો આપ્યા છે. "હું ગુજરાતી બોલું, ગુજરાતી જાણું, એમાંજ મારો ગર્વ સમાયલું છે. અંગ્રેજી જેવી અન્ય ભાષાઓ શીખવી જરૂરી છે, પણ પોતાના મૂળ એટલે કે માતૃભાષાને ભૂલવી ન જોઈએ. કારણ કે માતૃભાષા આપણા વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં સહાય કરે છે. બાળક તેના ભાવોને સૌથી પહેલા માતૃભાષામાં જ સમજવાનું અને વ્યક્ત કરવાનું શીખે છે. માતૃભાષા એ જીવનની પહેલી ઓળખ છે. અંત માં એ જ કે જે બાળકો પોતાની માતૃભાષાને સાચવે છે, તેઓ પોતાની સંસ્કૃતિની જડોને મજબૂત બનાવે છે. ચાલો, આપણે સૌ સાથે મળીને પોતાની ભાષાનું સન્માન કરીએ અને તેને પ્રેમથી અ...