Skip to main content

Posts

Showing posts with the label thread

દોરીની આત્મકથા

कहानी तो सबकी लाजवाब होती हैं  चाहे वह  गगन छूऐ या मिट्टी में मिल जाए  आरंभ से अंत की  दास्ताँ जवाँ होती है...  હું પતંગથી છૂટી પડેલી...  મારા જ સાથીઓ વડે મારી જ ફીરકી થી કપાયેલી...  અને  ક્યારેય ન ઉકેલાઇ શકે એવી દોરીની ગુન્છ છું. મને એનો કોઈ રંજ નથી કે હવે હું અહીઁ જ રહીશ અને મારું સૌંદર્ય પતંગ કપાતાં ની સાથે  જ ઉડીને પુરૂ થઈ ગયુ પરંતુ, મને આનંદ તો એ વાતનો છે કે  મે જીવી જાણ્યું, મેં એ કરી બતાવ્યું જે મારા જીવનનો ઉદ્દેશ્ય હતો. આજે આ સુકાયેલાં પાંદડાં સાથે મારી પણ ખરી પડેલી જિંદગીને જોઈને ખીલવાના આનંદની યાદ કરું છું. આમ તો પૃથ્વી પરના સ્થૂળ કે સૂક્ષ્મ દરેકને નામ હોય છે અને એ જ આપણને સમૂહથી આગવી ઓળખ આપે છે. કેવી અજીબ વાત છે ને એકસરખી માટીમાંથી સર્જાયેલા ને પાછા ભિન્ન ભિન્ન! આમ તો બધા મને દોરી ના નામથી ઓળખે છે પરંતુ એમાંય પાછા પ્રકારો મોટા મોટા વહાણોમાં દોરડાથી લઈને નાનકડા ફાટી ગયેલા કાપડના કાણાને જોડતા રેસાને પણ દોરી જ કહેવાય છે. આમ, દોરડાથી લઈને દોરા સુધીના બધા જ દોરી ના પ્રકારો. ક્યારે હું કપાસમાંથી દોરી બનીને આ સરસ પેકે...