રજકણ સૂરજ થવાને શમણે by ગુણવંત શાહ વૃક્ષ ને પાંદડે નવરો બેઠો પવન પતંગિયાની પાંખમાંથી ખરતા સમયનો રંગ જોયાં કરે છે ઝરણાં સાથે વહયા કરતુ વાકુચૂકું આકાશ નિરાંતે....... અવાજના પરપોટા સાંભળ્યા કરે છે ખાલી પાનુ કોચલુ તોડી એક પળ જ્યારે, પાંખ ફફડાવે ત્યારે માણસ કહે છે; હું BUSY છું. આ પંક્તિથી શરૂ થયેલી વાર્તા..... આમ, તો વાર્તા મિત્ર જ નહિ પણ તંદુરસ્ત સમાજના નિર્માણમાં ફાળો આપનાર આ પુસ્તક ગુણવંત શાહના મુળ તો લગ્નસંસ્થા અંગેના વિચારો પર વધુ ભાર આપે છે. નિર્દોષ નામના મુખ્ય પાત્રને જ લેખક બનાવીને ગુણવંત શાહે તેના વિચારોને નિર્દોષના મુખે બોલાવ્યા છે. આ ઉપરાંત આસ્થા શિક્ષિકા ઓછી ને નિર્દોષની પ્રિય મિત્ર પણ વિચારને સમજની દ્રષ્ટિએ નિર્દોષની સાઈડ કાપી જાય છે. આ બંને વાર્તાના મુખ્ય પાત્ર છે. ને આખી નવલકથા આની આજુબાજુ જ રુપરંગ પકડે છે. નિર્દોષને આસ્થા પહેલા મળી કે કેન્સર એનો જવાબ આમ તો એક જ છે. જીવલેણ રોગની સામે ઝઝૂમવામા પ્રેમ સાર્થક નીવડે છે. સમગ્ર નવલકથા દરમ્યાન એ ચોક્...