"વિચાર એ ગુરુ " અમારા ઝૂંપડાએ કબીલાથી દૂર, બધી જ જીવનની વ્યસ્તતા અને ઘર્ષણ વચ્ચે પણ ઘર એ એક એવું સ્થળ છે જ્યાં શાંતિનો અનુભવ થાય પછી ભલે એ ઝૂંપડું હોય કે મહેલ. વ્યસ્તતા તો કદી ન પૂરાતા એવા નિષ્ઠુર પેટ માટે, ને ઘર્ષણ વર્ષોથી ચાલી આવતા 'અમારું અને તમારું' એવા જ્ઞાતિભેદભાવ થી...... કેટલા દિવસ પછી એ ખુલ્લા આકાશનો દિવસ હતો . અમે છોકરીઓ પર્વત પર રમતી હતી. પર્વત પૂરો થતાં એ તારની વાડની પેલે પાર ‘એ લોકો’ ની સીમા, જ્યાં એક કબ્રસ્તાન. એ કબ્રસ્તાનની દીવાલ પર ચડીને અમુક છોકરા અમારા પર કાગળના વિમાન ઉડાડે. એ વાતથી મીરાંને વળી શું સૂઝ્યું કે વિમાનને પકડીને કાગળ ફાડી નાખ્યો ને બીજી જ ક્ષણે એની નાની બહેન જેને અમે ‘ હળવી’ કેહતા તેણે ફાટેલા કાગળો ઉઠાવી દોડીને ઘરે જઈ એ જ કાગળો સાંધી પાછું ટુકડાઓમાં વિખેરાયેલા કાગળને વિમાન બનાવી પર્વતની સીમા પર ઉડાડી દીધું.... ઘડીભરનું દ્રશ્ય એક હૃદય ને સ્પર્શી જાય તેવો સવાલ આપી ગયું. સ્વમાન ખાતર બદલાની ભાવનાથી કાગળ ...