"વિચાર એ ગુરુ "
અને ઘર્ષણ વચ્ચે પણ ઘર એ એક એવું સ્થળ છે જ્યાં શાંતિનો અનુભવ થાય પછી ભલે એ ઝૂંપડું હોય કે મહેલ. વ્યસ્તતા તો કદી ન પૂરાતા એવા નિષ્ઠુર પેટ માટે, ને ઘર્ષણ વર્ષોથી ચાલી આવતા 'અમારું અને તમારું' એવા જ્ઞાતિભેદભાવ થી......
ઘડીભરનું દ્રશ્ય એક હૃદય ને સ્પર્શી જાય તેવો સવાલ આપી ગયું. સ્વમાન ખાતર બદલાની ભાવનાથી કાગળ ફાડવું એ કે સ્વમાન ખાતર બદલાની જ ભાવનાથી એ જ કાગળ સાંધી વિમાનને પાછું ઉડાડવું... બંનેમાં રહેલો તદ્દન વિરોધાભાસ. એવો કયો વિચાર હશે જેને લઘુ બનાવી ગુરુતા પ્રગટ કરી? ગુરુ કે ગુરુતા એ માત્ર શિક્ષકો કે સાધુ સંત પૂરતી મર્યાદિત નથી. દરેક માં રહેલો કોઈ પ્રેરણાદાયી વિચાર ગુરુ સમાન છે. જે અંધકાર માંથી પ્રકાશ તરફ તો કદાચ તો ન લઈ જઈ શકે પણ ઉભા થવા માટે એક નાનકડી બત્તી જેટલું અજવાળું જરૂર આપશે.
“ગુરુપૂર્ણિમા નિમિત્તે દરેકમાં રહેલા એ ગુરુને શત શત નમન”
Comments
Post a Comment