રજકણ સૂરજ થવાને શમણે by ગુણવંત શાહ
વૃક્ષ ને પાંદડે નવરો બેઠો પવન
પતંગિયાની પાંખમાંથી ખરતા
સમયનો રંગ જોયાં કરે છે
ઝરણાં સાથે વહયા કરતુ
વાકુચૂકું આકાશ નિરાંતે.......
અવાજના પરપોટા સાંભળ્યા કરે છે
ખાલી પાનુ કોચલુ તોડી
એક પળ જ્યારે, પાંખ ફફડાવે
ત્યારે માણસ કહે છે; હું BUSY છું.
આ પંક્તિથી શરૂ થયેલી વાર્તા..... આમ, તો વાર્તા મિત્ર જ નહિ પણ તંદુરસ્ત સમાજના નિર્માણમાં ફાળો આપનાર આ પુસ્તક ગુણવંત શાહના મુળ તો લગ્નસંસ્થા અંગેના વિચારો પર વધુ ભાર આપે છે.
નિર્દોષ નામના મુખ્ય પાત્રને જ લેખક બનાવીને ગુણવંત શાહે તેના વિચારોને નિર્દોષના મુખે બોલાવ્યા છે. આ ઉપરાંત આસ્થા શિક્ષિકા ઓછી ને નિર્દોષની પ્રિય મિત્ર પણ વિચારને સમજની દ્રષ્ટિએ નિર્દોષની સાઈડ કાપી જાય છે. આ બંને વાર્તાના મુખ્ય પાત્ર છે. ને આખી નવલકથા આની આજુબાજુ જ રુપરંગ પકડે છે. નિર્દોષને આસ્થા પહેલા મળી કે કેન્સર એનો જવાબ આમ તો એક જ છે. જીવલેણ રોગની સામે ઝઝૂમવામા પ્રેમ સાર્થક નીવડે છે.
સમગ્ર નવલકથા દરમ્યાન એ ચોક્કસ કહી શકાય કે ગુણવંત શાહ નુ વાંચન વિશાળ હશે. કેમ કે આ નાનકડી નવલકથામાં તેણે કીકગાર્ડ, સાત્રૅ, આઈન રેન્ડ ના પુસ્તકોની વાત જેવા કે.....એન્થમ, એટલાસ અને ફાઉન્ટન હેડ. આ ઉપરાંત, આલ્બેર કામુ, માર્ગારેટ મીડ, સોક્રેટિસ, અબ્રાહમ લિંકન, સંત તુકારામ, ટોલ્સોય, બર્માના ભુતપુર્વ વડાપ્રધાન ઉ નુ ની આત્મકથા નો પણ ઉલ્લેખ આપણને જોવા મળે છે.
અસ્તિત્વવાદ એટલે કે existentialism પર પણ તેમના વિચારો ઉલ્લેખનીય છે. તેઓ લખે છે કે.....પુઅર અસ્તિત્વવાદી ઝ્યાં પોલ સાર્ત્રના ઘણાં પુસ્તકોમાં મે વાંચ્યુ છે. અસ્તિત્વવાદ એટલે ટુંકમાં કહું તો પ્રથમ અસ્તિત્વ પછી તત્વનો વિચાર.
આ અસ્તિત્વ એટલે શું? ટેબલ ખુરશી નુ પણ અસ્તિત્વ તો છે જ. અહીં ચેતનવંતા આદમીના અસ્તિત્વની વાત છે. સાર્ત્ર પસંદગી પર ભાર મુકે છે. આ પૃથ્વી પર માણસ આવી પડે છે એ શું પોતાની પસંદગીથી આવે છે? માણસ ખાય છે, પીવે છે, ઊંઘે છે અને શ્વસે છે, એ જીવે છે જરુર ; પરંતુ સાર્ત્ર તો કહે છે કે માણસ પસંદગી કરે ત્યારે જ અસ્તિત્વ ધરાવે છે.
આ ઉપરાંત આ જ વિષય સમજાવવા એ હાઈડેગરે લખેલું પુસ્તક '' Being and Having '', સાર્ત્ર એ લખેલું ‘’ Being and nothingness” તેમજ માર્સેલના ઉદાહરણ આપે છે.
આ નવલકથા ના બંને મુખ્ય પાત્રો લગ્નસંસ્થા અંગે સમાન વિચારધારા ધરાવે છે કે લગ્નસંબંધને ધીરે ધીરે વાંસી થઈ જવાની કુટેવ હોય છે. જીવનનો આનંદ શેમાં છે? મૈત્રી શૂન્ય લગ્નમાં કે પછી લગ્નશૂન્ય મૈત્રી માં? માટે માત્ર દેખાડા ખાતર લગ્નના બંધનમાં બંધાઈ ને વહેતા આનંદ ને બંધિવાર ન બનાવી દેવો જોઇએ નહિ તો સબંધો માં અતિ સહવાસ ને કારણે એકબીજા પ્રત્યે અરુચિ થવા લાગે છે.
આમ, તો ગુણવંત શાહ ના આ પુસ્તકમાં લગ્નસંસ્થા અંગેના વિચારો સરાહનીય છે. કેમ કે એના મુળમાં ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે કે જો લગ્ન વિના જ માત્ર પ્રેમ અને મૈત્રીના સંબંધથી બે પાત્ર રહે તો તેમનાથી થનાર બાળકો નુ શું? અને આગળ જતા તે બંને વ્યક્તિ છુટાછેડાનો નિર્ણય લે તો પણ બાળક નું શું? આમ, એ કહી શકાય કે લગ્નસંસ્થા એ સમાજના પાયામાં રહેલી છે જેનાંથી સમાજ ચોક્કસ બીબાં માં ગોઠવાયેલો છે. હા, એ વાત ચોક્કસ છે કે અમુક રૂઢ થઈ ગયેલા જ્ઞાતિના નિયમો ને જરુર તોડી શકાય પણ સાવ મુળ માંથી જ લગ્નસંસ્થાને ઉખેડી ને કાઢી નાંખવી એ કેટલી હદે યોગ્ય છે?
Wahh Milli nice review.....
ReplyDeleteSuper dear very nicely u explain.
ReplyDeleteસુંદર
ReplyDeleteVery nice
ReplyDeleteઆ નવલકથાના બે જીવતાં જાગતાં પાત્રો હતા સૂરતના પ્રેરણા ઉપાધ્યાય અને વિક્રમ ઉપાધ્યાય. નવલકથા વાંચ્યા પછી તેમણે ગુણવંતભાઈને પત્ર લખીને જણાવ્યું કે તમારા કાલ્પનિક પાત્રોનું જીવન એ અમારું વાસ્તવિક જીવન છે. એમની જોડે ગુણવંતભાઈનો પત્રવ્યવહાર થતો રહ્યો. પ્રેરણાના પિતાજી જોડે મારી મુલાકાત થઈ, એમણે જણાવ્યું કે મારી દીકરી તમારી બાજુની જ સોસાયટીમાં રહે છે એમને મળવા જજો. આનંદ થશે. હું જ્યારે એમના ઘરે ગયો ત્યારે તેમણે મને આ વાત કહી ત્યારે જ જાણ્યું. પ્રેરણાનો એક જ દીકરો બારમામાં ભણતો હતો, સ્કૂલમાંથી પ્રવાસે ગયેલો ત્યાં બસ નીચે કચડાઈને મૃત્યુ પામ્યો. મેં ગુણવંતભાઈને એ ઘટનાથી વાકેફ કર્યા. એમનો આશ્વાસનનો પત્ર મારા પર આવ્યો તે મેં એમને પહોંચાડેલો. પછી પ્રેરણા માનસિક સંતુલન ગુમાવી બેઠી. થોડા સમય પછી એણે અગાસી પરથી કૂદી પડીને આત્મહત્યા કરેલી.
ReplyDeleteOhh....Thnk you for sharing your views or reflection on my blog. It is really a Benificial knowledge for me.
Delete