Lovaly Pan House – by Dhruv Bhatt
As Author Says in Introduction :- કથા મને મળી છે એક જુના કબ્રસ્તાન કહેવાતા સ્થળે ખુલ્લામાં બેસીને કામ કરતા છુટાછવાયા રોડ સાઈડ ગેરેજોમાંથી મારી જુની કાર સરખી કરાવવા હુ અવારનવાર ત્યાં જતો અને મારા અંગત શોખથી સમારકામ જોવા મોડી રાત સુધી બેસતો.
છૂટક મજુરી કામ કરતા, દેવામા દુબેલા કારીગરો કામ કરતાં એવુ જ બોલતા એ જનોને મોઢે મે કબીર, ખુશરો ,મીર, ગાલીબથી માંડીને રમેશ પારેખ અને મનોજ ખંડેરીયા સહિત ઘણાંની રચના સાંભળી છે.
My Opion or View about book :- ધ્રુવ ભટ્ટ મને હંમેશાથી તેના શબ્દો દ્રારા આકર્ષિત કરતા રહ્યા છે. એ પછી સમુદ્રાન્તિકે, અતરાપિ હોય કે લવલી પાન હાઉસ. તેની દરેક બુક મારુ ટોપ ફેવરીટ બની જાય છે. તેમનુ બીજી બુક જ આ રેકોર્ડ તોડે છે;
લવલી પાન હાઉસની પહેલી લાઈન જ વિચારતા કરી મુકે છે કે- આવુ તો આપણે ન વિચાર્યુ : આ મનોરમ જગતનુ સર્જન કરવા સમયે સર્જનહારે જીવમાત્રના મનમાં પોતાને રહેવા માટે અનુકૂળ સ્થાન શોધવાની વ્રુત્તિ તો મુકી જ હશે. તોપણ માણસ પોતે જયાં જન્મે ઉછરે તે જ સ્થાન પર આનંદ પૂર્વક રહી લેતો હોય છે. જેવી રીતે આપણા આ પુસ્તકનો નાયક ….ગોરો પણ લખવાનુ યાત્રિક! હા, યાત્રિક ૨૬૯૨ નંબરની રેલ્વે બોનીમાંથી મળી આવ્યો અને સ્ટેશન પરની કુલી બેહનો દ્રારા માત્રુપ્રેમ મેળવી કમળ જેમ ખીલેલો. પુસ્તકના દરેક પાના સાથે રહસ્ય આગળ વધે છે. પરંતુ એક વર્તમાન ઘટનાની સાથે ભુતકાળની બધીજ વાતોનુ તાદેશ ચિત્રણ કર્યુ છે લેખકે. ગોરો જે બાળપણમાં રેલ્વેનાં ખાલી ડબ્બા પર ઠીકરીથી ચિત્રો ચિતરતો અને રક્ષા અને સત્તુ જેવા પાત્રો પાસેથી સંસ્કારના પાઠો શીખતો. પિતા સમાન ભટ્ટબાબુ જે રેલ્વે કર્મચારી પરંતુ ગોરાની દરેક બાબતમાં અંગતરસ લઈ નિર્ણયો કરતાં. એમનો જ નિર્ણય કે ગોરા ને શહેર મોકલવવો ત્યાં લવલી પાન હાઉસના માલિક વલીભાઈ ને ત્યાં કામ કરવુ અને શિક્ષણ પણ મેળવવુ.
વલીભાઈ નુ વ્યક્તિત્વ, અમ્મી ઝોયા અને રાબિયા …..આ પાત્રોમાં તો લેખકે પ્રાણનું સિંચન કર્યું છે. વાંચતી વખતે લાગે કે આપણે આ ઘટના નો જ ભાગ છીએ. વલીભાઈની પાન બનાવવાની કુશળતા, ઝોયા નો માત્રુપ્રેમ અને રાબિયાની ઉદારતા આપણે જોઇએ છીએ એમ કહેવામાં વધુ નથી. અત્તરની શીશી ખરીદવા પૈસા ભેગા કરવા અને અંતે તો એ રાબિયાને જ આપી દેવી આ વિચારમાં આપણને કયાંક અજાણ્યે પણ પાંગરતો પ્રેમ દેખાય છે. વલીભાઈના મિત્ર રુષિકાકાની પુત્રવધૂ મંદાકિની સાથે ગોરાનો વિરપાસળી નો સંબંધ અંતે કેવું પરિણામ લાવે છે એ કરુણ રસ ત્યાં ઉછળે છે. અને અકારણ જ ઠીકરીથી ચિત્રો દોરતા શિખેલો ગોરો કુંવરસાહેબ ની આંખે પરખાય જાય છે ને ઝરુખામાં ઉભેલી સ્ત્રીઓનુ કરેલ ચિત્રણ તેની આ કલા માટે તેને વિદેશ સુધી થયેલો અન્યાય ગોરો વર્ષો સુધી સહન કરે છે અને અંતે બાબુકાકા જે કલા શિક્ષક તરીકે આવેલા ગોરાના જીવનમાં તે ત્યાંથી છોડાવી પાછા લાવે છે અને પાછા ફરીને પહેલો મુલમ એટલે રિદાનુ ઘર અને દિપક , સાથી કે સહઅધ્યાયી થી વધુ મિત્ર કહી શકાય તેની સાથે ફિલ્મ બનાવવા નો બાબુકાકાનો આદેશ અને રિદા સાથે રહી તેના વ્યક્તિત્વ નો પરિચય અને બસ તે પછી બાબુકાકા પાસે તૈયાર થયેલા આ યુવાન સર્જકની પહેલી જ ફિલ્મ “ રિદા" તેને સફળતાના એવા શિખરે મૂકી દીધો જ્યાંથી નીચે ઉતરવું તેને કદી આવડ્યું નહિ.
આ હતી ભુતકાળની વાત જે હાલમાં યાત્રિક ને ફિલ્મ બનાવતી વખતે ક્યાંક ને ક્યાંક યાદ આવેલી.
અહીંયા નોંધ કરી તે સિવાયના ઘણા પાત્રો જેમ કે હાલમાં બની રહેલી ફિલ્મની હિરોઈન ઈરા, તેનો સેવક ભોળુ અને ઈરા ની માં જે મરી ચૂકી છે. પણ એકદમ જીવંત પાત્ર જેવી તેની અસર ઈરા ની ફીલસુફીમા દેખાય આવે છે. મીઠીભાભી, રેવા, ભીખુમાં, જીબા, અર્ચના,વિજ્યાલક્ષ્મી અને રિદાની વાતોમાં બાબુકાકાની વહુ, આ બધાજ પાત્રો તેની અલગ જ છાપ અને વ્યક્તિત્વ આપણા માનસપટ પર રજૂ કરે છે.
પરંતુ, પુસ્તક નો અંત એટલો સુખદ નથી કે લવલી પાન હાઉસનુ પતન અને તેના પડછાયા તળે તેના પાત્રોનો અગ્નિદાહ કરુણ છે, પરંતુ સફીના ....શબિયાની ભત્રીજી અને ઈરા નો લવલી પાન હાઉસ ખરીદવાનો નિર્ણય વાર્તાના અંતને સુખદમય બનાવવામાં ઉપયોગી નીવડે છે...
keep it up baby...Nice one..😊😊😊 ....
ReplyDeleteVery well done Reena.
ReplyDeleteKeep it up dear
ReplyDeleteNice review of this book
And you diple give information about this book...
Nice one well done .......
Keep it up dear
ReplyDeleteNice review of this book
And you diple give information about this book...
Nice one well done .......
Lovely! ગુજરાતીમાં અને ગુજરાતી સાહિત્યની કૃતિ વિશે વાંચી ને આનંદ થયો.
ReplyDeleteThnk you all 😘
ReplyDeleteThnk you all 😘
ReplyDeleteGood one, very well organized . Good job, keep it up.
ReplyDeleteGood one, very well organized . Good job, keep it up.
ReplyDeleteGood job done by you Reena, keep it up.
ReplyDeleteWell said review ........
ReplyDeleteગુજરાતી સાહિત્ય ના ઘણા લેખ વાંચ્યા મેં આજ સુધી , આજે આ આપનો blog વાંચી માજા આવી ગઈ , ખૂબ સરસ observation કર્યું છે ,આમતો ધ્રુવ ભાઈ ની બધી કૃતિ ઓ ઘણી રસપ્રદ હોય છે પણ આજ આ આપનો blog review વાંચ્યો.... સરસ .....
લખતા રહેજો.............😃👌👍
Very nice reena
ReplyDeleteUr hard work was reflected in your work
Lovely review of Lovely Pan House by Loyal reader
ReplyDelete