Skip to main content

Book Review of કર્ણલોક

કર્ણલોક by ધ્રુવ ભટ્ટ

     આજે બધુ જ બદલાઈ ગયું છે. જાણુ છું કે કશુંયે શાશ્વત નથી. હિમયુગનાં થીજેલા આદિજળે શ્વેત શિખરો પર થી સરકી ને વહેવાનું શરૂ કર્યું તે ક્ષણથી, અરે તેના પણ પહેલાંથી બધુ જ પળે પળે બદલાતુ રહ્યું છે. તેને નવું કહીએ કે એ પહેલાં કરતાં જુદુ ગણીયે. કશું પણ હતુ તેવું રહેતુ નથી. આ જ રીતે સમયની સાથે માણસ, તેની વિચારધારા, તેની રીત-ભાત બધુ બદલાતુ રહે તે હું સમજી શકું છું.
         જે ગયું તેની પીડા મને નથી. દર્દ તો જે નથી ગયુ તેનુ છે. માણસ લાખ પ્રયત્ને પણ આવી ન જતી કે રોકાઈ જતી બાબતો ને પોતાના મનોજગત પર શાસન કરતાં રોકી શકતો નથી.
         This sentences from the book KARNLOK by Dhruv Bhatt, such a great novelist in few words he teaches the lifetime lesson to readers. Very meaningful sentences lead us in deep thinking. So here i wanna discuss my review on his book Karnlok...

         -> પરીવાર નુ સુખ શું હોય છે તે કદાચ ક્યારેય અનાથ બાળકોને ખબર નહિ હોય. અનાથ આશ્રમમાં અનાથ બાળકો અને સંસ્થાના કર્મચારીઓ વચ્ચે ના સંબંધને પરીવાર જેવો કહી શકાય પણ પરીવાર નહિ. કારણ કદાચ એ જ હશે કે ત્યાં એકબીજા વચ્ચે લાગણીનો સેતુ ભાર ખમી શકે તેવો નહિ. પોતાપણું, પ્રેમ, હુંફ એ ત્યાંના બાળકોની હંમેશની ખ્વાહિશ હશે. ધ્રુવ ભટ્ટે આવા જ પીળા મકાનની (બાલાશ્રમ) આસપાસ આકાર લેતી વાર્તા રજૂ કરી છે જેને માત્ર એક વાર્તા જ નહિ પણ વર્ણન કરનાર Narrator નુ આત્મવૃતાંત કહી શકાય. એ વાત ચોક્કસ છે કે કુદરતે આપણને જે દેખાડવાનુ છે તે આપણને દેખાડીને જ રહેશે, એવા જ કોઈ કારણોસર વાર્તાનુ મુખ્ય પાત્ર (જેનાં નામનો ઉલ્લેખ છેલ્લા પાના સુધી નથી) બાલાશ્રમ આવી પહોંચે છે. અને પછી દરેક પરિસ્થિતિ સાથે કેવી રીતે તે કામ લે છે તે સરાહનીય છે. ઈચ્છવા છતાં તે પોતાની જાતને “અનાથ” શબ્દથી અળગો નથી રાખી શકતો. તેને ગૌરવ હોય છે પિતા ના ગૌરવશાળી વંશની પણ એ હવે સ્વપ્ન સમાન છે તેથી તેનુ કોઈ મૂલ્ય નથી.
          દુર્ગા નામની છોકરી જે અનાથ આશ્રમની જ એક બાળા છે. પણ તેનુ વર્તન, વાતો અને કાર્યો દુર્ગાથી કમ નથી. આશકા માંડલની આશકા હોય કે ઓથારની સેના બારનીશ કે પછી અમીશ ત્રિપાઠીની સીતા એક પણથી ઉતરતી કક્ષાની નથી.
          ધ્રુવ ભટ્ટનું એ કૌશલ્ય છે કે એ નાનકડી વાતથી વસ્તુનો ગહન અર્થ સમજાવી શકે છે. એકે એક પાત્ર સાથે આપણે જોડાતા જઈએ જાણે આપડી આપવીતી જ ચાલી રહી હોય તેમ લાગે પણ ક્યાંકથી કથાવસ્તુ એવા વળાંકો લે છે આપણને લાગે ભાગ્યના લીધે ચમત્કાર સર્જાયો. આવુ જ કર્ણલોકમા Narrator સાથે બને છે. શૂન્ય માંથી સર્જન કહીએ તો પણ અતિશયોક્તિ નથી કેમ કે માતા પિતા વિનાનો એ છોકરો આત્મબળે અને નંદુ, નીમુબેન જેવા સદગૃહસ્થોની મદદથી અંતમાં મોટી કંપનીનો માલિક બને છે. તેની વ્યવહાર કુશળતા, કાર્ય કરવાની ધગશ, હોશિયાર, એથીય વધારે “કંઈક” કરી બતાવવાની જુગુપ્સા તેને સફળતાએ પહોંચાડે છે.
          How we deals with situation? આ પ્રશ્ન કેન્દ્રમાં છે. કારણ એ જ કે ઘણી વખત એક સમાન પરિસ્થિતિ ઘણા લોકો સામે આવી પડે છે, પણ કેવી રીતે કોણ ઉકેલ લાવે છે એ મહત્વનું છે, અને ત્યાં જ વ્યક્તિના વ્યક્તિત્વનો અંદાજ મુકાઈ જાય છે.
          કર્ણલોક વાંચ્યા પછી એટલું જરૂર સમજી શકાય કે જીવન સપાટ રોડ પર એકદમ સરળ રીતે પસાર નથી થતુ. તે વહે છે નદીના પ્રવાહની માફક, કયાંક વળાંકો લે, કયાંક ઉપર, કયાંક નીચે, પણ જે સતત વહેતો રહે છે. પ્રવાહની સાથે રહી ને પણ સભાનતા કેળવી રાખે છે કે આમાં હું બિંદુ માત્ર છું. પરંતુ સમુદ્ર સુધી પહોંચવા કે પછી અસ્તિત્વ ટકાવી રાખવા સહયોગ જાળવી રાખવો એ અગત્યનું છે.
          ““માત-પિતા” વિનાનું જીવન શું હોય એ કદાચ આપણે કલ્પી શકીએ. કારણ એ અનુભવમાં જ નથી પણ અનાથની શી મનોદશા હશે તે ચોકકસ હ્રદયના ઊંડાણ થી અનુભવી શકાશે અને શકય તેટલી મદદ થઈ શકશે. અને એ ૠણ ઉતારવા પાછળ કર્ણલોક જવાબદાર હશે.
                                                                                         
* Some lines from Original  Text.

*કેટલીક મૂંઝવણો એવી હોય છે જેનો ઉકેલ શોધવામાં અટવાતા હોઈએ અને તે આપોઆપ સરળતાથી ઉકલી જાય.

*માણસ ઈચ્છીને હંમેશા કોઇનું ખરાબ કરી શકતો નથી. બુરાઈની અગોચરમાંથી ભલાઈ નુ ઝરણું કયારેક અચાનક દડદડ કરતુ વહી જ નીકળે છે.

*આપણા અનુભવમાં હોય, આપણી માન્યતામાં હોય તેનાથી જુદુ પણ ઘણુ આ દુનિયામાં હોય તો ખરુ જ.કોઇનો ન્યાય આપણે ન કરવો જોઇએ એવી સમજણ માણસમાં ધીરે ધીરે જ આવે છે.  ........(-નીમુબેન)

*માણસ જાતને કાયદા ઘડવાની જરૂર ઊભી થઇ એ ઘડી પીડાની ગણવી જોઇએ. .......(- નંદુ)

*હાવભાવમાં, સ્વભાવમાં, અરે ચહેરામાં પણ ફેરફાર લાવી દેવાની શક્તિ જેનામાં હોય તે સંબંધ, તે લાડ, તે લાગણી, તે બંધન કેવી અજાયબ ગૂંથણીથી જોડાયેલા હશે!

* કુદરત તને બતાવવા ઈચ્છે છે, હવે તારે જે જોવાનું છે તે બહાર ઉભા રહીને જોવાનું નહિ બને, હવે ફાંફા મારવા છોડી દે.

*મને ખબર નથી કે માનવીનાં મનમાં રહીને જે અજાયબ ચીજ માણસ પાસે આ બધું કરાવે છે તેને કઈ સમજણ કે વૃત્તિ કહેવાય? કયારેક લાગે છે કે પ્રેમ, કરુણા, દયા કે લાગણી જેવા નામ આપવાથી પણ દૂષિત થાય તેવી આ સમજણ છે. કદાચ આ દુનિયા, આ સમજણને લીધે જ ચાલતી રહી છે. આ સરળ, સાદી સમજ માણસમાં પહેલાંથી જ હશે કે હજારો વર્ષના જીવન અનુભવે માનવ જાત આ તત્વને પામી હશે , તે જાણવું મને અઘરું લાગે છે.

*મુંગુ પથરાયેલુ ગામ, તમરા અને બીજા જીવોથી જાગતી થઈને ઝીણું ઝીણું બોલતી મૂંગા ખેતરોની વાડ, નોળિયા અને રાતપંખીનો ખરખરાટ, માથે આકાશમાં ઉગેલા ચંદ્રની વરસતી ચાંદની, નદી પર થઈને વહી આવતી ઠંડા પવનની લહેર, ધારીએ તો પણ કદીયે ન ભૂલી શકાય રોમાંચક, આહલાદલ પરીસર અને સોળ સત્તરની ઉંમર, આ બધું હોય ત્યારે એકલા નીકળી પડવાનો આનંદ સમજાવી શકાતો નથી.

*અનેક ખામીઓ સાથે, ભુલો સાથે સમરુંના વાંકા પૈડાવાળી, ભગ્ન હાથલારીની જેમ ધીરે ધીરે ત્યાં પણ જીવન આગળ વધતું રહે છે. એક દિવસ એ જ રીતે પૂરુ પણ થઈ જવાનું. ત્યાં વસતા કે કામ કરતા, દરેકની ઈચ્છા હોય છે કે ભાંગી ટુટી લારીમાંથી ટ્રક કે બસમાં ચડીને દૂર નીકળી જતા સામાનની જેમ પોતે પણ કોઈ નવા માર્ગે જઈ શકે; પણ એવું ભાગ્યે જ બને છે!

*આ કોઈ વાર્તા નથી, નાટક નથી, જીવતું સત્ય છે. મોટા થવાનું દુખ કેટલી નાની ઉંમરે શરૂ થઈ જાય છે....
*નદીતટની સવાર જેટલી આલ્હાદક, ઉત્સાહથી છલકતી અને જીવંત હોય છે, તેટલી જ તેની સાંજ ગમગીન, ઉદાસીન અને ઢળતી મને લાગે છે.

*આથમતી સંધ્યાએ કયારેક સવાર સાંભરી આવે તેમ કોઈ કોઈ વાર મને એ વાડી, પીળુ મકાન અને મારી નાનકડી દુકાન સાંભરી આવતી.....

*આદિકાળથી આજ સુધીમાં માનવસમાજમાં જે સમજણ વિકસતી આવી છે તેની પાછળ આવી ક્ષુલ્લક ભાગતી રમતો જ રહેલી છે તેની ખબર મને પડી ગઈ છે. મારે કયાંથી શરૂ કરવું તેનો જવાબ મને મળી ગયો છે.
                                                    આભાર
                                              મારા પ્રિય લેખકનો

Comments

  1. તમારો, પુસ્તક પ્રત્યેનો પ્રતિસાદ ખૂબ જ સરસ છે!!! અભિનંદન......

    ReplyDelete
  2. Very well written Reena .Keep it up..

    ReplyDelete
  3. Good, very well written. It seems that you have good reading habit. Nice one Reena.

    ReplyDelete
  4. તમારા કારણે અમને પણ ઘણી કૃતિઓ વિશે જાણવા મલે છે. તમારી રીડિંગ સ્પીડ જોરદાર છે. વાંચન સારુ છે અને કૃતિનું ખુબજ સુંદર રીતે વિવેચન કરો છો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Coleridge's views on Prose,Poem and Poetry.

To Evulate my my assignment click here Assignment  Topic- Coleridge ‘s views on prose,  poem and poetry Name: Khasatiya  Reena K. Roll No.: 36 Enrollment No. : 2069108420180032 Semester : M.A. 1 Year :2017-18 Email Id: khasatiyamili21@gmail.com Submitted to. : Maharaja Krishnkumarsinhji Bhavnagar University Paper No.: 3 literary Theory and Criticism Coleridge ‘s views on prose,  poem and poetry • Introduction The written monument of Coleridge’s critical work is contained in 24 chapters of Biographia literaria (1815–17). In this critical disquisition, Coleridge concerns himself not only with the practice of criticism, but also, with its theory. In his practical approach to criticism, we get the glimpse of Coleridge the poet; whereas in theoretical discussion, Coleridge the philosopher came to the center stage.  In Chapter XIV of Biographia Literaria, Coleridge’s view on nature and function of poetry is discussed in philosophical term...

Narrative style in Frankenstein.

• Narrative style in Frankenstein . • Introduction . There are many types of literature that are considered narratives, including novels, dramas, fables, Falk tales, short stories and poetry. Narrative techniques provide deeper meaning for the reader and help the reader in use of imagination to visualize situations. Narrative literary techniques it also known as a literally device. literally elements in narratives include such thing as the setting, plot, theme, style or structure, characters and perspective or voice of story. There are many literary techniques chosen to tell a story. Common techniques relevant  to plot, which is the sequence of events that make up a narrative  include backstory, flash back, flash forward, and foreshadowing. Narrative perspective or who is telling the story, include first person , second person, third person and third person omniscient and it can be recognized simple question that Who tells story to whom? Marry Shelly’s writing sty...

Picture writing for 6th standard

This is the picture of Zoo. At the zoo, a mischievous monkey giggles in the cage and entertaining everyone with its playful antics.  Nearby, children enjoying with fluffy rabbit. A friendly elephant stands tall beside a calm camel, creating a harmonious scene. Laughter and joy fill the air as kids bond with these adorable creatures. Picture remind us our memorable experience of zoo visit.   This is the picture of lovely green garden.  A boy climbs a guava tree while another joyfully pedals his bicycle.  One Girl share laughter with Rabbit, playing with a colorful ball, spreading happiness all around.  One boy is flying the kite. Near a peaceful pond, a girl feeds ducks.   On the bench a girl enjoys a book reading.   A boy playing with his pets adds the charm in picture. Allover, the picture of garden is eye pleasing.