कहानी तो सबकी लाजवाब होती हैं
चाहे वह गगन छूऐ या मिट्टी में मिल जाए
आरंभ से अंत की दास्ताँ जवाँ होती है...
હું પતંગથી છૂટી પડેલી...
મારા જ સાથીઓ વડે મારી જ ફીરકી થી કપાયેલી...
અને
ક્યારેય ન ઉકેલાઇ શકે એવી દોરીની ગુન્છ છું.
મને એનો કોઈ રંજ નથી કે હવે હું અહીઁ જ રહીશ અને મારું સૌંદર્ય પતંગ કપાતાં ની સાથે જ ઉડીને પુરૂ થઈ ગયુ પરંતુ, મને આનંદ તો એ વાતનો છે કે મે જીવી જાણ્યું, મેં એ કરી બતાવ્યું જે મારા જીવનનો ઉદ્દેશ્ય હતો. આજે આ સુકાયેલાં પાંદડાં સાથે મારી પણ ખરી પડેલી જિંદગીને જોઈને ખીલવાના આનંદની યાદ કરું છું.
આમ તો પૃથ્વી પરના સ્થૂળ કે સૂક્ષ્મ દરેકને નામ હોય છે અને એ જ આપણને સમૂહથી આગવી ઓળખ આપે છે. કેવી અજીબ વાત છે ને એકસરખી માટીમાંથી સર્જાયેલા ને પાછા ભિન્ન ભિન્ન! આમ તો બધા મને દોરી ના નામથી ઓળખે છે પરંતુ એમાંય પાછા પ્રકારો મોટા મોટા વહાણોમાં દોરડાથી લઈને નાનકડા ફાટી ગયેલા કાપડના કાણાને જોડતા રેસાને પણ દોરી જ કહેવાય છે. આમ, દોરડાથી લઈને દોરા સુધીના બધા જ દોરી ના પ્રકારો.
ક્યારે હું કપાસમાંથી દોરી બનીને આ સરસ પેકેટમાં એક લય મા બેઠી ગઇ એની મને ખબર પણ નથી... કારણ, શું હોય??? ટેકનોલોજી બીજું શું?! એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ અનેક મશીનમાંથી પસાર થઇને તૈયાર થઈ પણ મને હંમેશા માનવીય લાગણીની ઝખંના રહેતી પણ, હવે એ'ય પૂરી થવાની હતી. જેવી મને એક માણસે ખરીદીને લઈ ગયો, મને રંગવા મતલબ મને વધુ મજબૂત બનાવવા માટે અને ત્યાં થતાં માઁજાવાળા ના હાથના સ્પર્શે અહેસાસ કરાવ્યો કે.. 'ઊડવુ છે તો પહેલા લાયકાત કેળવી લેવી' ને ત્યારે જ એક સરસ વાત સમજાઈ ગઈ કે-
ઉન્મક્ત ગગનમાં ઉડવા...
ઊંચાઈઓને પામવા..
ઉંબરો ઓળંગીને દૂર ક્યાંક ઉડવુ જોઇયે...
ઉત્સાહ એકલાથી જીવન ઉત્સવ ન બને.
કહેવાય છે ને કે ટર્નિંગ પોઇન્ટ એ મારા જીવનમાં ત્યારે આવ્યો જ્યારે હું નવવધૂની જેમ ગુલાબી રંગની બનીને તૈયાર હતી અને ફુમકા વાળા પતન સાથે કન્ના બાંધીને મેં જ્યારે આકાશ તરફ પ્રયાણ કર્યું અને બંને એકબીજાના સહારે ઉડ્યા બંને ને પોતાનું અલગ અસ્તિત્વ છે, પણ એકબીજા વિના કશું નથી એમ પણ કહી શકાય!!!
આખરે મારી મજબૂતાઈ કામે લાગી ગઈ હવા સાથે મેળ બેસી ગયો અને પતંગે સાથ આપ્યો મારો લક્ષ્યને આંબી લીધું એવું લાગ્યું પણ મારી મજબૂતાઈ કોઈની આંગળીઓ તો કોઈની ઉડતી પાંખો માટે પણ ધારદાર નીવડી મને આજે પણ એ વાતનો અફસોસ છે, કે મે મારું વ્યક્તિત્વ અરીસા જેવું રાખ્યું જેમા બધા સાથે સરખો ન્યાય નથી મારે પણ દુનિયાદારી શીખવી જોઈતી હતી, કોની સાથે કેમ કરતું એ જો મને આવડતું હોત તો કદાચ કોઈની સાથે ખોટું ન થયું હોત... પણ, अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत
'મે કાપ્યાં તેમ હું પણ કપાયો' અને એ પણ નક્કી તો હતો જ ને પેલા ન્યૂટનના આઘાત-પ્રત્યાઘાત ના નિયમ જેવું કે કરીયે એવું જ પામીએ અને માટે જ વધુ જીવાણુ હતો એવો કોઇ રંજ આજે નથી થતો ફીરકીથી છૂટી પડેલી દોરી એક ટુકડો માત્ર આજે એવી તો ગૂંચવાઈ ગઇ છું કે મારા સવાલોના જવાબ પણ મારા જીવનની જેમ વણઉકલ્યા રહી ગયા છે. એ ખરી ગયેલા પાંદડાઓ તમે મને સાંભળો છો? શું ઊંચાઈએ ઉડનારનો આ જ અંત હોય છે.?!
Good one.
ReplyDeleteWell said and Good connect with life too.
ReplyDeleteVery well content. ..Reena
ReplyDeleteના આ અંત નથી… એ રસ્તા પર પડેલા ગુચવાયેલા દોરી ના ગુચ્છ ને કોઇ રમતુ બાળક રસ્તા પર થી ઉપાડી ને એ દોરી ના ગુચવાયેલા જીવન ને ખુબજ ધ્યાન થી પાછી સરખી કરવા માટે ની મહેનત કરશે અને આ પ્રયત્ન મા ભુલ થી જો એ દોરી ટુટી જાશે તો એમા ગાઠ વાળી ને એ દોરી ને જીવંત રાખવા નો પ્રયત્ન કરશે એ દોરી ફરી થી જીવશે જેમ માણસ જીવે છે ઘણા બધા ઘાવ સાથે દોરી પણ જીવશે એની ગાઠ સાથે એ ફરી થી નવી પતંગ સાથે બંધાઇ ને ઉડશે…
ReplyDelete