ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન – યાદોનું મિલન, સંસ્કારોનું પુનઃસ્મરણ
“શાળા એ માત્ર શિક્ષણ મેળવવાનું સ્થળ નથી, પરંતુ જીવનભર હૃદયમાં જીવંત રહેતું એક સરનામું છે.”
શ્રી એ. પી. કાકડિયા વિદ્યાભવન, નવાગામ ખાતે તા. 12 નવેમ્બર, 2026ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન ઉત્સાહ, ઉમંગ અને લાગણીઓના અનોખા સંગમ સાથે યોજાયું હતું. “Back to Our Roots, Back to Our Memories”ની ભાવનાને સાકાર કરતા આ કાર્યક્રમમાં ઘણાં બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક જ છત નીચે એકત્રિત થયા હતા.
કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત અને સન્માન, દીકરીઓ દ્વારા પ્રસ્તુતિ, શાળાના વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારીઓનું સન્માન, ટ્રસ્ટીઓનું અભિવાદન અને વિશિષ્ટ પ્રતિભાશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 2025-26ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરક વક્તવ્યો દ્વારા શિક્ષણ, સંસ્કાર, સંઘર્ષ અને સફળતાનું મહત્ત્વ સમજાવ્યું હતું.
ભદ્રાયુ વછરાજાની સર એ Chat GPat ના આ યુગ માં પોતાની અંદર રહેલી જાત ને જગાડવી, વિચારવાની દ્રષ્ટિ કેળવવા પર ભાર આપ્યો હતો. વધુ માં એમણે કહ્યું હતું કે આંકડાઓ કરતા વિધાર્થીના વર્તન માં રહેલા સંસ્કારો જ કોઈ સંસ્થાનું સાચું પરિણામ છે.
અજય કુમાર તોમર સર ને સાંભળવા ખરેખર એક લ્હાવો છે. એમણે પોતાના નાનાકડા પણ હ્રદયસ્પર્શી વક્તવ્ય માં સરસ વાત કરી. એમણે કહ્યું કે ગામડાં માં ખરેખર શ્રેષ્ઠ કક્ષા નું શિક્ષણ પણ મળે છે, અભૂતપૂર્વ સફળતા માટે મોટા શહેરો કે મોટી શાળાઓ માં જ જવું એવું નથી. જો યોગ્ય દિશા માં એકધારી મહેનત કરવામાં આવે તો સફળતા નક્કી જ છે. એમણે કાઠિયાવાડી માટે સરસ એક વાત કરી કે જેમ કાઠિયાવાડી ઘોડો નક્કી કરી લીધા પછી મંઝિલ મેળવી ને જ રહે છે એમ કાઠિયાવાડી વિધાર્થી માટે પણ.. જો તમે એક વાર ધ્યેય સિધ્ધ કરવાનું નક્કી કર્યું તો એની પાછળ પડી જાઓ. You can Do it!
કાજલ ઓઝા વૈદ્ય મેમ ને સાંભળવા પણ એક યાદગાર પળ બની રહી. એમણે પણ ઇન્ટરનેટ ના યુગ માં reels scrolling કરવા કરતાં reading કરવા પર ભાર મૂક્યો હતો. Learn the value of time because when you loose the time you loose the life. આ એમની વાત ખરેખર ખુબ સાચી છે. વધુ માં એમણે કહ્યું હતું કે માફી માંગતા ક્યારેય ખચકાવ નહી and Be ready to learn always. Be the one who inspires many!
વક્તાઓ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળા સાથે જોડાયેલી પોતાની યાદો અને અનુભવો વ્યક્ત કરતાં વાતાવરણને ભાવવિભોર બનાવ્યું હતું. વર્તમાન વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ કાર્યક્રમમાં ઉત્સાહનો રંગ ઉમેર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમના સંચાલનની જવાબદારી નિભાવવી મારા માટે એક વિશેષ ગૌરવ અને યાદગાર અનુભવ રહ્યો. હજારો લોકોની ઉપસ્થિતિમાં મંચ પરથી શબ્દો દ્વારા કાર્યક્રમના દરેક પ્રસંગને જોડવો, મહાનુભાવોનું સ્વાગત કરવું અને પ્રેક્ષકો સાથે લાગણીસભર સંવાદ સાધવો એ મારા માટે આનંદની સાથે એક સુંદર પડકાર પણ હતો. મેં કદાચ મને મળેલા કાર્ય ને પૂરો ન્યાય નથી આપ્યો, જીવન ની ઘણી બધી જવાબદારીઓ વચ્ચે જ્યારે શાળા સુધી પહોંચવું જ એક પડકાર હતો ત્યારે એના મંચ પરથી બોલવું એ મારા માટે બહુ મોટી વાત હતી. કેહવાય છે ને કે જ્યાં ચાહ છે ત્યાં રાહ મળી જ રહે છે. મને આ શબ્દ સારથિ તરીકે સુકાન આપવા માટે હું આચાર્ય સાહેબ અને નિમિષા મેમ ની આભારી છું.
સૌથી વિશેષ વાત એ હતી કે આ કાર્યક્રમ માત્ર ભૂતકાળને યાદ કરવાનો અવસર નહોતો, પરંતુ શાળા સાથેના અતૂટ સંબંધોને ફરીથી જીવંત કરવાનો ઉત્સવ હતો. ઘણાં વર્ષો પછી શિક્ષકો ને મળવું એમના ચેહરા પર વર્તાય આવતી સમયની કરચલીઓએ ભાન કરાવ્યું કે હું હજુ અહીં ભણતી નાની ઢીંગલી નહી પણ વિધાર્થીની થી પર એક પત્ની, માતા ને કંઈ આગળ વધી ગય છું પણ અહીં થી શીખેલી વાતો આજે જીવન નો અભિન્ન ભાગ છે.
કાર્યક્રમના અંતે આભારવિધિ સાથે સૌએ આનંદભરી યાદો અને હૃદયમાં શાળાપ્રત્યેનો ગર્વ લઈને વિદાય લીધી.
ખરેખર, કેટલીક ક્ષણો માત્ર મંચ પર વિતતી નથી, પરંતુ જીવનભરની યાદોમાં સ્થાન પામે છે. મારા માટે આ સંમેલન અને તેનું સંચાલન એવી જ એક અવિસ્મરણીય ક્ષણ બની રહેશે.

Comments
Post a Comment