Skip to main content

Posts

Showing posts from May, 2023

યાદ કરવા રહી યાદો જ...

 આજે વેહલી સવાર માં આંખ ઊઘડી ગઇ ને પછી રોજ ના કામ માં જ જોતરાઈ જવાનું પસંદ કર્યું પણ એ બધા માં ય કેમે ય કરી ને અમુક યાદો પીછો જ નહોતી છોડતી ... એ લંગડી પાયલી નું ઘર, એ બોરડીવાળું ભાવુડી નું ઘર, એ કેન્સરગ્રસ્ત મીનાક્ષીનું ઘર, શિતલી નું મોટું બદામ નું ઝાડ ને એક રૂપિયા ની ૪ બદામ, એકલા રહેતા એ તખું માં ની ઝુપડી કેવા એકદમ વૃદ્ધ?! ચશ્માંની અંદર રહેલી એ આંખો એ અત્યંત ભાવુકતા જાણે આજેય મારી સામે જુએ છે.  આ બધાથી આગળ જઇએ એટલે છેલ્લે આવતું ઘર. ત્યારે એ ઘર કેટલું એકલું લાગતું પણ આજે થાય છે કાશ આ બધું ન હોય ને માત્ર એ હોય.... એ લીંબુડી, એ પાછળ નો દરવાજો, સવાર ની ચા ભાખરી ની સોડમ ને બા. આજે પણ કેટલાં પ્રયત્નો છતાં મારી ચા માં ન તો એ સુગંધ ભળે છે કે એ સ્વાદ. અનહદ યાદ આવે છે... એ અનુ સાથે મોણપુરની સડક પર ઢળતી સાંજે દોડવેલી સાયકલ... બસ ચલાવ્યે જ જવાનું, કશું જ નહી કરવાની ને ક્યાંય ન પહોંચવાની ચિંતા વિના...    નિશાળ ત્યારે એકલા જીવન માં ચગળવા મળેલી એકદમ મીઠી ચોકલેટ જેવી લાગતી હતી. પાનખર ના એ દિવસો માં લીમડા નીચે ચાલતા ક્લાસ ને પીળા થય ને ખરી ગયેલા પાંદડા પર થતી નામ ની ચિતરામણ... આહ ...