માતૃભાષાનું મહત્વ
માતૃભાષા એ એક એવી ભાષા છે જે બાળક જન્મથી જ સાંભળે છે, બોલે છે અને સમજે છે. જેવી રીતે માતા બાળકને પ્રેમથી મોટું કરે છે, તેવી જ રીતે માતૃભાષા બાળકના વિચારોને ઘડે છે.
માતૃભાષા આપણને આપણા સંસ્કાર, ઇતિહાસ અને પરંપરાઓ સાથે જોડે છે. આપણે ઘરમાં, શાળામાં કે સમાજમાં પોતાના ભાવોને વ્યક્ત કરીએ ત્યારે સૌથી સરળતાથી તે માતૃભાષામાં જ શક્ય બને છે.
ગુજરાતી અમારા માટે માત્ર ભાષા નહીં, પરંતુ ગૌરવ છે. ગુજરાતી ભાષાએ અમને નરસિંહ મહેતા, નર્મદ, ઉમાશંકર જોશી જેવા કવિઓ અને લેખકો આપ્યા છે.
"હું ગુજરાતી બોલું, ગુજરાતી જાણું,
એમાંજ મારો ગર્વ સમાયલું છે.
અંગ્રેજી જેવી અન્ય ભાષાઓ શીખવી જરૂરી છે, પણ પોતાના મૂળ એટલે કે માતૃભાષાને ભૂલવી ન જોઈએ. કારણ કે માતૃભાષા આપણા વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં સહાય કરે છે. બાળક તેના ભાવોને સૌથી પહેલા માતૃભાષામાં જ સમજવાનું અને વ્યક્ત કરવાનું શીખે છે.
માતૃભાષા એ જીવનની પહેલી ઓળખ છે.
અંત માં એ જ કે જે બાળકો પોતાની માતૃભાષાને સાચવે છે, તેઓ પોતાની સંસ્કૃતિની જડોને મજબૂત બનાવે છે. ચાલો, આપણે સૌ સાથે મળીને પોતાની ભાષાનું સન્માન કરીએ અને તેને પ્રેમથી અપનાવીએ.
Comments
Post a Comment